ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના નાયબ વન સંરક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ વાગરા તાલુકાના મુલેર ગામ સ્થિત પ્રાથમિક મિશ્રશાળા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા. યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં ૧ થી ૩ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ઓ.એસ મિશ્રા ફોરેસ્ટર દ્વારા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના નાયબ વન સંરક્ષક અધિકારી, વાગરા ફોરેસ્ટ ઓફીસર, મુલેર પ્રાથમિક મિશ્રશાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત બાળકો ઉત્સાહ ભેર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નઈમ દિવાન-વાગરા
Advertisement