આવતી કાલે વાગરામાં શોર્ય જાગરણ રેલી પ્રવેશ કરશે જે વાગરા પંથકના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. રેલી પૂર્વે વાગરા પંથકમાં વિવિધ અફવાએ જોર પકડ્યું હતું કે આવતી કાલે વાગરા “બંધ”નું એલાન છે. કોઈ એ પણ પોતાની દુકાનો, કેબીનો તેમજ લારી ગલ્લાઓ ખોલવા નહીં જેવી વાતો વાયુ વેગે પ્રસરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આવતી કાલે પ્રસાશન દ્વારા કોઈ જ બંધનું એલાન ન હોવાની વાત પ્રજાજનો સુધી પહોંચાડવા વાગરા પોલીસને પોલીસ જીપ થકી નગર પરિભ્રમણ કરી એલાઉન્સ કરવાની ફરજ પડી હતી. વાગરા પોલીસ દ્વારા નગરમાં ઠેર-ઠેર પોલીસ વેન ફેરવી લાઉડસ્પીકરના માધ્યમથી લોકોને માહિતી આપવામાં હતી કે આવતી કાલે પ્રશાસન દ્વારા કોઈ જ બંધનું એલાન નથી દરેક ધંધાર્થીઓ પોતાના ધંધાઓ સ્વેચ્છાએ ચાલુ રાખી શકે છે તેમ જણાવાયું હતું.
નોંધનીય એ છે વાગરામાં સ્કૂલોને લઈને પણ એક વાત વહેતી થઈ છે કે આવતી કાલે કેટલીક ખાનગી શાળાઓ પણ બંધ રાખવાનો સંચાલકો દ્વારા નિર્ણય લેવાયો હોવાની વાતો પણ ઠેર ઠેર ચર્ચાઈ રહી છે.
નઈમ દિવાન-વાગરા