ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ભરૂચ શહેરને સુંદર બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ભરુચને સુંદર બનાવવામાં જે સફાઈ કામદારો કામ કરે છે તેઓને પગાર મળ્યો નથી તેથી સફાઈ કામદારોએ ભરૂચના રાજૂ પંડિત, સેજલ દેસાઇ અને અન્ય આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માય લિવેબલ ભરૂચ અભિયાનમાં સફાઈ કર્મચારી તરીકે જોડાયેલા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. 100 થી વધુ સફાઈ કામદારો માય લિવેબલ ભરૂચ અંતર્ગત સફાઈ કામમાં જોડાયેલા છે ત્યારે પગાર ન મળતા હવે આ કામદારોના કુતુબો ભીષણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓએ સુપરવાઇઝર વિશાલ તેમજ ચિંતન અને કોન્ટ્રાકટર રિષભ માથુરને ફોન કરી જાણ કરી હતી. ત્યારે નીશી નામની મહિલાએ જણાવ્યુ હતું કે પેમેન્ટ આવશે એટલે ચૂકવી દઇશું. આમ આ સફાઈ કામદારોએ આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા વ્યકત કરી હતી અને પગાર થાય તે અંગે વિનંતી કરી હતી.