ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં આંગણવાડી તરીકે ફરજ બજાવતી બહેનો મોટી સંખ્યામાં ભરૂચ કલેકટર કચેરી ખાતે ભેગી થઈ હતી અને તેમણે સૂત્રોચ્ચાર કરી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અગાઉ તેમણે ઉગ્ર દેખાવો પણ કર્યા હતા. આંગણવાડી કર્મચારી બહેનોના જણાવ્યા મુજબ ગત સપ્ટેમ્બર 22 ના થયેલ સમાધાનની શરતોનો અમલ સરકાર દ્વારા કરવામાં આવેલ નથી તેમજ નિયમિત પગાર સહિત વિવિધ માંગણીઓ પડતર રહેલ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોએ પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આંગણવાડી બહેનોએ માનદ વેતન પગાર અને છેલ્લા ઘણા સમયથી બાળકો, સગર્ભા ધાત્રી, કિશોરીઓના લાભાર્થીઓ માટે પોતાના વેતનમાંથી ખર્ચ કરેલ નાસ્તાના રૂપિયાના બિલો મૂકવામાં આવ્યા છે જે આજદિન સુધી ચૂકવવામાં આવ્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે અન્ય વિવિધ પડતર માંગણીઓ મુદ્દે અગાઉ સમાધાનના અમલના પ્રશ્નો અંગે બેઠક યોજી તેનો ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે અને જો દસ દિવસમાં બેઠક બોલાવી તેઓના પ્રશ્નોનુ નિરાકરણ નહીં કરવામાં આવે તો પંદર દિવસ બાદ આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભરૂચમાં આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર માંગણીઓને લઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું
Advertisement