જાણો ગરમીની કહાની… કેમ વધી રહી છે ગરમી…
ગરમીનો પારો ૩૯ ડિગ્રી એ પોહચ્યો…
દર વર્ષે શ્રાધ દિવસોમાં ગરમીનુ પ્રમાણ વધે છે પરંતુ આ વર્ષે છેલ્લા ૨૦ વર્ષમાં શ્રાધના દિવસોમા ન પડી હોઈ તેવી અકળાવનારી ગરમીનો પારો હાલ જણાય રહ્યો છે. હવામાન ખાતા ના સુત્રોના જણાવ્યા અનુસાર હાલ ૩૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોધાયુ છે. આવા આકરા તાપમાનના પગલે સમગ્ર ભરૂચ જીલ્લામાં બપોરના સમયે સડકો સુનસાન જણાય રહી છે. વધતી જતી ગરમીના પગલે ભરૂચ જીલ્લામાં શરદી, ખાસી, તાવ અને માથાના દુખાવાથી લોકો પીડાય રહ્યા છે. હજી શ્રાધ પુર્ણ થવાના આડે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે ગરમીનો આંક વધુ ઉચો જાય તેમ જણાય રહ્યું છે ઉનાળાની ઋતુ સમાન હાલ લોકો ટોપી અને ચશ્મા ધારણ કરી ફરતા જણાય રહ્યા છે. ગરમી નુ પ્રમાણ વધવાનુ કારણ પ્રદુષણ હોવાનુ મનાય રહ્યુ છે. આવા સમયે કે જ્યારે યુવાનો અને ખેલૈયાઓ નવરાત્રીની તૈયારીમાં અને ખરીદીમાં વ્યસ્ત જણાય રહ્યા છે ત્યારે તેમની પર પણ ગરમીની અસર જણાતી હોઈ તેમ બપોરના સમયે બજારો સુનસાન ભાસી રહ્યા છે.