નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, મકતમપુર, ભરૂચ દ્વારા વાલિયા પ્રભાસ કો-ઓપરેટીવ જીન ખાતે CCIઅને ICAR-CICR દ્વારા પ્રાયોજીત પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ટ્રેનિંગ પ્રોગ્રામ-કમ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો. કે. વી. વાડોદરીયા એ પાયલોટ પ્રોજેકટ અંગે વિસ્તૃત સમજણ આપી કપાસના પાકમાં હાય ડેન્સિટિ પ્લાંટિગ સિસ્ટીમ (HDPS)અને ડ્રીપ ઇરિગેશન જેવી નવી ટેક્નોલૉજી અપનાવવા ખેડૂતોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી સહ સંશોધન નિયામક ડો. વી. આર. નાયક સાહેબે કપાસના પાકમાં ટપક પદ્ધતિના ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સીસીઆઇ અમદાવાદના ડીજીએમ શ્રી કે. મહેશ્વર રેડી એ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોએ અપનાવેલ નવી ટેક્નોલૉજીના નિદર્શનો બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ આવનારા સમયમાં વધુમાં વધુ ખેડૂતો આ પદ્ધતિઓનો ઉપયોગ કરતાં થાય તેમ જણાવ્યુ હતું.
નવસારી કૃષિ યુનિવસિટીના સહ સંશોધન નિયામક ડો. વી. આર. નાયક, સીસીઆઇ અમદાવાદના ડીજીએમ કે. મહેશ્વર રેડી, આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિજય વર્માતેમજ પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડો. કે. વી. વાડોદરિયા અને પ્રભાસ કો-ઓપરેટીવ જીનના પ્રમુખ રાકેશસિંહ સાયણીયા, તેમજ વાલિયા તાલુકાનાં કપાસ પક્વતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રભાત કો-ઓપરેટીવ જીનના પ્રમુખ રાકેશસિંહએ કપાસ પક્વતા ખેડૂતોના પ્રશ્નો અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે, નિદર્શન ગોઠવેલ ખેડૂતોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.