Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે શાહ એન.એન.એમ.સી. હાઈસ્કુલમાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લામાં પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિવસથી આગામી તા. ૮ મી ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. શાહ એન.એન.એમ.સી. હાઈસ્કુલ આમોદ ભરૂચ ખાતે આચાર્યની ઉપસ્થિતિમાં નશાબંધી અને આબકારી કચેરી દ્વારા આ સપ્તાજહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

ચિત્ર સ્પર્ધા, વ્યસનમુક્તિ વિષય પર નાટક જેવા વગેરે કાર્યક્રમો યોજાયા હતા. અને વિદ્યાર્થીઓએ નશો નાશનું મૂળ વિષય પર પ્રેરાણાદાયી પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવા અંગેના શપથ લીધા હતા.

આ પ્રસંગે આચાર્ય વી.આઈ, ગઢવીએ જણાવ્યું કે, આપણે સૌ વ્યસનમુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ લઇ પૂજ્ય બાપુને શ્રધ્ધાજંલિ અર્પણ કરીએ. તેમણે કહ્યુ કે, વ્યસનો હંમેશા માણસની બરબાદી નોતરે છે ત્યારે કોઇપણ પ્રકારના વ્યસનોથી દૂર રહી સમૃધ્ધ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ.
તેમણે વિધાર્થીઓને સંબોધતાં જણાવ્યું કે, કોઇપણ પ્રકારના વ્યસનથી માણસની બરબાદી અને પતન થાય છે એ નક્કી જ છે ત્યારે યુવાનીમાં વ્યસનોની બદીથી દૂર રહી આવતીકાલના શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ. તેમણે ભારત બીજા વડાપ્રધાનશ્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરી શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી.

નશાબંધી અને આબકારી વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી વિભાગના નિરિક્ષક આમોદ ખાતે બી.એસ.તડવી, નાયબ નિરિક્ષક કે. એ. ઠાકોર, કલાકાર અને લોક ગાયક વિનોદ બારોટ, શાળાના બાળકો અને શાળાનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, માનહાની કેસ પર સજા પર રોક લગાવવાની અરજી ફગાવાઈ

ProudOfGujarat

ભરૂચ-સુવા ગામ ખાતે ગેસ ના બોટલમાં લીકેજ બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા એક મહિલા દાજી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા..

ProudOfGujarat

વડોદરાની બિગ બઝાર,બંસલ,ઓશિયા સુપર માર્કેટમાંથી ઘી સહિતના નમૂના લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!