ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મુન્શી વિધાલય ખાતે આજરોજ શાળામાં ભણતા બાળકો માટે ખાસ ફાયર સેફટી અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મોકડ્રિલમાં આગ લાગવાની દુર્ઘટના સમયે કયાં કયાં સાધનો ઉપયોગ થાય છે તેમજ આકસ્મિક રીતે આગ લાગે તો શું શું કરવું જોઈએ તેવી બાબતો ઉપર જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.
ભરૂચ ઇનરવ્હીલ ક્લબ અને ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ ભરૂચના કર્મીઓ દ્વારા આ કાર્યક્રમમાંનું આયોજન કર્યું હતું, જેમાં મુન્શી વિધાલયના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા અને આગ જેવી દુર્ઘટના બાબતો અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી.
Advertisement