અગાઉ કરેલ 40 કીટના વિતરણ બાદ સંસ્થા દ્વારા સર્વે કરવામાં આવતા ખબર પડેલ કે, હજુ પણ ઘણા કુટુંબ તકલીફમાં છે. રોજીંદુ જીવન અસ્તવ્યસ્ત થયું છે. અસ્મિતા વિકાસ કેન્દ્ર વિવિધ ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહેલ છે. જેથી ફરી 70 જેટલી કીટ તૈયાર કરવામાં આવી હતી.
આ સેવાકીય કાર્યમાં સંસ્થાની સાથે વિજયભાઈ વાસુદેવ દ્વારા 25 કીટ, નિલેશભાઈ ગાંધી દ્વારા 20 કીટ તેમજ અલ્કેશભાઈ રાણા દ્વારા 11 કીટ માટે આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી સંસ્થા, સમાજ માટે દિવ્યાંગોના કાર્યની સાથે સાથે આવા ખૂબ જરૂરી, સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી શકે છે. સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ દ્વારા તેમજ ટ્રસ્ટીઓ દ્વારા તમામ પુણ્ય કાર્યમાં સંસ્થાને સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાના આચાર્ય મનિષાબેન તેમજ શુક્લતીર્થ ગામના આગેવાનો સાથે રહી, આનાજની કિટો જરૂરિયાત મંદોને પહોચાડવામાં આવી હતી.
ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા શુક્લતીર્થ ગામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજની કીટનું વિતરણ કરાયું
Advertisement