ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકાના ખાનપુર ગામની આદિવાસી તેમજ ગરીબ અને પછાત માતા-પિતા સાથે રેહતી દિકરી કે જેની સાથે મજુરી કામે જતા હતા તેવા આરોપી પતિ અને તેની પત્નિ નામે વિજય માધવ રાઠોડ તેમજ પત્નિ રમિલા એ આ બનાવમાં બળાત્કારનો ભોગ બનનારને ઓળખાળ આપી જ્યારે તેની બેન સાથે દરળુ દળાવા જતી હતી ત્યારે પટાવી ફુસલાવી કપડા અપાવવાના બહાને બાઈક ઉપર પતિ-પત્નિની વચ્ચે બેસાડી ગયેલા તેવા સમયે નાની બહેન ઘરે રડતી-રડતી આવી હતી અને માતા-પિતાને બનાવની જાળ કરી હતી જેથી પતિ-પત્નિ એવા આરોપીઓને તાત્કાલિક ફોન કરી પુછપરછ કરતા આરોપી પતિ-પત્નિએ હવે તમે ભોગ બનનારને શોધતા નઈ એવી ધમકી આપેલી આ અંગે ની ફરીયાદ જંબુસર પોલીસ મથક ખાતે નોધાય હતી ત્યાર બાદ ભોગ બનનાર સગીરા મળી આવતા તેણે પોલીસ અને માતા-પિતાને બનાવની જાણ કરતા કહ્યું હતુ કે આરોપી પતિ-પત્નિએ સગીરાને ભોળવી પટાવી કપડા આપવાવાની લાલચ આપી લઈ ગયેલા આરોપી રમિલાએ ભોગ બનનાર સગીરાને ધમકાવી આપડે બેહનોની જેમ રહિશુ એવી લાલચ આપી આરોપી એવા રમિલાના પતિ વિજય સાથે મળી જબરજ્સ્તીથી બળાત્કાર અને જાતીય શોષળ કર્યું હતુ જેની ફરીયાદ ભોગ બનનારની માતાએ ઈ.પી.કો ૩૬૩,૩૬૬,૩૭૬ તથા ધી પ્રોટેક્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટ ૨૦૧૨ ની કલમ ૪ અને ૬ મુજબનો ગુનો નોધાયો હતો.આ અંગે નો કેસ ભરૂચના એડીસનલ એન્ડ ડી.સે. જજ એસ.વી.વ્યાસની અદાલત મા ચાલી જતા સરકારી વકિલ પરેસ.બી.પંડ્યાની ધારદાર દલિલો અને ચુકાદાઓને વંચાણમાં લેતા આરોપી પતિ વિજય રાઠોડ અને તેની પત્નિ આરોપી રમિલાને ૧૦ વર્ષના કારાવાસની સખત સજાનો તેમજ રૂપિયા ૨૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.આ બનાવમાં પત્નિ રમિલા જામીન પર હોઈ સજા થવાની બીકે નામદાર કોર્ટમાં હાજર રહ્યા નહતા તેમને નાસી ગયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
ગરીબ સગીરા અને તેની બેન અનાજ દળવા ગઈ હતી ત્યારે આરોપી પતિ-પત્નિ ઓળખાળનો લાભ લઈ કપડા અપાવવાના બહાને લઈ જઈ ગોંધી રાખી આરોપી પત્નિની મદદથી બળાત્કાર ગુજારવાના કેસમાં નરાધમ આરોપીને ૧૦ વર્ષ કારાવાસની સખત સજા તેમજ રૂ.૨૦૦૦ નો દંડ ફટકારતી નામદાર કોર્ટ…
Advertisement