Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હલદરવા ગામ નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર વડોદરા જિલ્લાના સરહદી ગામ હલદરવા નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લિકવિડ ભરેલી એક ટ્રકમાં કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આગની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના કારણે ટ્રકને મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાનાં ભદામ ગામમાં કરજણ નદી પાર કરવા જતાં યુવાન ડૂબી ગયો.

ProudOfGujarat

ભરૂચ : નશાબંધી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા હઠીલા હનુમાન મંદીરમાં હવન કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!