સમગ્ર દેશમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે માસ ક્લિનનેસ ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય જે નિમિત્તે ભરૂચમાં સરકારી શાળા, કોલેજો પણ જોડાઈ હોય જેમાં ભરૂચની સરકારી કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર દ્વારા સ્વચ્છતા અભિયાન નિમિત્તે શ્રમદાન કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવાની હોય જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માસ ક્લીનનેસ ડ્રાઇવનું આયોજન હાથ ધરાયું છે, જે નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચની સરકારી કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કોલેજના પ્રાધ્યાપકગણના દેખરેખ હેઠળ તેમજ માર્ગદર્શનથી કોલેજના કેમ્પસમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ, ફાર્મ તેમજ તેના પરિસરને સાફ સફાઈ કરી ગારબેજ ફ્રી કર્યા હતા, આ સમગ્ર પ્રવૃત્તિ કરવા માટે કોલેજના આચાર્યની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા વિભાગના ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા પણ આ અભિયાનમાં બહોળા પ્રમાણમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું.
ભરૂચની સરકારી કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરાયું
Advertisement