Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Share

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા, અને દેશમાં તેમને કરેલ બલિદાન બદલ બંને મહાપુરુષોને યાદ કરવામાં આવ્યા હતા તે સાથે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંને મહાપુરુષોની આજે જન્મ જ્યંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે, આ બંને મહાપુરુષો આઝાદીની લડતમાં ખુબ જ મોટું યોગદાન આપેલું છે, અને તેઓની પ્રેરણાથી દેશ વર્ષો જૂની અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થયો છે, સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીને આજે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના તમામ દેશો તેઓને યાદ કરી અને સન્માન કરશે, જેટલું માન દેશમાં મળે તેનાથી બમણું માન મહાત્મા ગાંધીને વિદેશોમાં મળે છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા, પ્રવક્તા નાજુ ફડવાલા, શહેર પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ અડવાણી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહિતના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ કોવિડ સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલથી અંતિમક્રિયાનો સિલસિલો યથાવત, ૨૪ કલાકમાં ૧૪ ને અગ્નિદાહ અપાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામે પતિએ પત્નિ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ લખાવતા ચકચાર.

ProudOfGujarat

Points Related to Railways from FM’s Budget speech-2018

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!