મહાત્મા ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે માન.વડાપ્રધાન પ્રેરણાથી પાલેજ ગામ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી ગામમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું ગામની મુખ્ય આરોગ્યની સુવિધા પૂરી પાડતી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાલેજ જિલ્લા સદસ્ય મલંગ ખાન પઠાણ તલાટી કમ મંત્રી કરણસિંહ પંચાયત સદસ્યો સ્ટાફ હોસ્પિટલ નાં મેડિકલ ઓફિસર રાજીકા બેન નર્સ બેનો સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું પાલેજ પોલીસ સ્ટેશને પી આઈ શિલ્પા બેન દેસાઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ ચોકી કમ્પાઉન્ડ માં સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી.
જી આઈ ડી સી માં જાણીતી એમકોર કંપની દ્વારા નવી વસાહત માં આગેવાન તથા ગામ જન પ્રતિનિધી ના સહયોગ થી લોક ભાગીદારી થી એક કલાક શ્રમદાન ની પ્રવૃતિ નું આયોજન હેઠળ ગામ સફાઈ નું આયોજન કરેલ હતુ પાલેજ રેલવે સ્ટેશને એસ.એસ.મીના સહિત અધિકારીઓ પાલેજ ગામ ના તમામ ગ્રામજનો તથા ગામ ના આધિકારી/કર્મચારી ઓ આ કાર્યક્રમ માં ઉપસ્થીત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તેમાં અધિકારીઓ તેમજ ગામના આગેવાનો તેમજ ગામની મહિલાઓ આ ભાગીદારીમાં રહી અને ગામની સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજ ખાતે પાલેજ પોલીસ, આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.
Advertisement