Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરામાં આગામી શોર્ય રેલીના સંદર્ભે પોલીસે યોજી બાઈક રેલી

Share

વાગરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ગામોમાં પોલીસ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આગામી ૫ મી ઓકટોબરના રોજ શોર્ય રેલી યોજાનાર હોય જેના સંદર્ભમાં વાગરા પોલીસ દ્વારા આગમચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થાનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજાની આગેવાની હેઠળ પોલીસ ,હોમગાર્ડ તેમજ જી.આર. ડી જવાનો દ્વારા વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વાગરા, ખંડાલી, સારણ, સાચણ, પહાજ સહિતના વિવિધ ગામોમાં બાઈક રેલી કાઢી પરિભ્રમણ કરાયું હતું. અને વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાનો તાગ લેવામાં આવ્યો હતો. ગામડાઓમાંથી પસાર થતી ખાખી ધારી પોલીસની બાઈક રેલી જોઈ બાળકો સહિત મોટેરાઓ પણ અચંબિત થઈ ઉઠ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર ખાતે ગામના NRI મહાનુભાવોનો ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સત્કાર સમારંભ.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડીથી જીપ્સમના વેપારીનું અપહરણ કરી ૧૫ લાખ ઉપરાંતની લૂંટને અંજામ આપનાર ગેંગનો મુખ્યા ભીમસિંગ ઉર્ફે ભીમો ઝડપાયો..!

ProudOfGujarat

ઝઘડિયા પીએચસીએ પોલિયો રસીની ૯૨ ટકા કામગીરી સંપન્ન કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!