Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

Share

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં રહેતા ચંદુભાઈ ભારમલ ભાઈ વસાવા રહે. નવીનગરી, ગામ ભેરસમનાઓ દ્વારા ગણપતિ વિસર્જનમાં ગયેલ પુત્ર મહેશ ચંદુભાઈ વસાવા ઘરે પરત નહીં આવતા લાપતા બન્યો હોવા અંગે ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવાઈ હતી. વાગરા પોલીસે શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ ભેરસમ ગામનાં તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોર્સ્ટમોટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગણપતિ વિસર્જન વેળા તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

Advertisement

Share

Related posts

વડોદરાના બરાનપૂરા વિસ્તારમાં અંજુ માસીબાના અખાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જુના તરસાલી ગામે હઝરત મનસુર શાહ બાવાના ૭૯ માં ઉર્સની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 45 દિવસ સુધી ટ્રાફિકનો દંડ ન વસૂલવા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!