Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ખાતે PCBL લિમિટેડ કંપનીએ “સ્વચ્છતા હી સેવા ” અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરી

Share

“એક તારીખ એક ઘંટા એક સાથ “સફાઈ અભિયાન અંતર્ગત શનિવારે બપોરે પાલેજ ગ્રામ પંચાયત અને PCBL લિમિટેડ કંપનીનાં સંયુક્ત ઉપક્રમે પાલેજ પંચાયતથી માડી પાલેજ મુખ્ય બજાર, ધનજીશા જીન તેમજ મુસાફિર ખાનાં રોડ સહિતનાં વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી. અહીં pcbl કંપનીનાં ઉચ્ચ અધિકારીઓ ઓફિસ તેમજ પ્લાનનો સ્ટાફ તેમજ પંચાયત સરપંચ ઉપ સરપંચ સદસ્યો જોડાયા હતાં.

દેશ હાલમાં કચરા મુક્ત ભારત થીમ પર ચાલી રહેલાં “સ્વચ્છતા હી સેવા”( એસ એચ એસ ) ૨૦૨૩ અભિયાન સાથે સ્વચ્છતા પખવાડિયા તહેવારની ઉજવણીના ભાગરૂપે સામુહિક રીતે એકતા અને દ્રઢતાનું કાર્ય હાથ ધર્યું હતું.પાલેજ જી આઈ ડી સી માં જાણીતી કંપની ફિલિપ્સ કાર્બન બ્લેક લી. નાં આઈ આર એડમીન હેડ- એમ.પી.શીંગ તેમજ કંપનીનાં પ્લાન હેડ અમિત માંજી, જૈમ મરાઠા, અનિકેત ઘોસ, પાર્થ શાહ સહિત પાલેજ સરપંચ રમણભાઈ વસાવા, ઉપ સરપંચ શબ્બીર પઠાણ, પંચાયત સદસ્ય ઈરફાન બોબી, વિરેન્દ્ર સિંહ ગોહિલ સહિત મોટી કંપનીના સ્ટાફનાં માણસોએ ભાગ લીઇ હાથમાં ઝાડુ, સાવરણા પકડી સફાઈ કામગીરી હાથ ધરી હતી તેમજ કચરો પ્લાસ્ટિકની બેગોમાં ભરી નિકાલ કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસની ખડેપગે સેવા.

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્યએ તરસાલી ગામે આગના બનાવનો ભોગ બનેલા પીડિત પરિવારની મુલાકાત લીધી

ProudOfGujarat

માંગરોળની નાની નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભા ગૌચરમાં માટી ખનન મુદ્દે તોફાની બનતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!