Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે જિલ્લા પોલીસે સતત તવાઈ બોલાવી છે, જિલ્લામાં વિવિધ સ્થળે પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડી નશાનો વેપલો કરતા અનેક તત્વોને જેલના સળીયા ગણતા કરી મુક્યા છે, તેવામાં પાલેજ પોલીસના કર્મીઓને મોટી સફળતા હાંસિલ થઈ હતી.

પાલેજ પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે સીતપોણથી ટંકારીયા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમ્યાન બે જેટલી રિક્ષામાં ભારતીય બનાવટના દારૂનો જથ્થો લઈ બાઈક થકી આગળ પેટ્રોલિંગ કરતા ઈસમોને ઝડપી પાડ્યા હતા.

Advertisement

પાલેજ પોલીસના દરોડામાં (1) અનવર અલી ચવડા રહે, ટંકારીયા ગામ, ભાલોદ સ્ટ્રીટ, ભરૂચ (2) ઐયુબ આદમ હસન કરકરીયા રહે, સુથાર સ્ટ્રીટ ટંકારીયા (3) મોહંમદ રફીક અલી ઉર્ફે મુન્નો ધોઢીયા રહે, નાના પાદર, ટંકારીયા તેમજ આઝાદભાઈ વલીભાઈ પટેલ રહે, મેસરાદ, કરજણ નાઓને ઝડપી પાડી તમામ પાસેથી કુલ 2,90,900 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

નર્મદા જિલ્લાનાં કેવડીયા સ્ટેટ હાઇવે પર કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં 2 વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત, 2 ઘાયલ.

ProudOfGujarat

નવસારી નજીક કસ્બા વિસ્તારમાં જીવ સટોસટનો ખેલ ખેલી જંગી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડાયો…

ProudOfGujarat

ભરૂચમાં જુગારીઓ જેલ ભેગા થયા, બે સ્થળે પોલીસના દરોડામાં ૧૫ ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!