તાજેતરમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠે વસતા ગામોના લોકોને પારાવાર નુકસાન થયું હતું. ઘણા ગામોમાં ઘરવખરી સહિત પશુધનને પણ નુકસાન થવા પામ્યું હતું. પુર ગ્રસ્તોની મદદ માટે પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા ભરૂચ મામલતદાર કચેરીમાં ૫૦૦ રાશન કિટ દાન કરવામાં આવી હતી. ભરૂચમાં પણ અસરગ્રસ્ત લોકોને આવશ્યક અને જરૂરી વસ્તુઓ પૂરી પાડી હતી.
મામલતદાર કચેરી દ્વારા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરના આ કપરા સમયમાં ૫૦૦ રાશન કિટ્સ પેકેટની વ્યવસ્થા કરીને અને દાન કરીને સમાજ પ્રત્યેના PCBL ના યોગદાનની પ્રશંસા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા અવારનવાર આપદાના સમયે યોગદાન પ્રદાન થતું રહે છે. ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની કપરા સમયમાં પુર ગ્રસ્ત લોકોની મદદે આવી અન્ય કંપનીઓ માટે પ્રેરણાદાયી પુરવાર થવા પામી છે.
યાકુબ પટેલ, પાલેજ