Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરાઈ, ગ્રામ પંચાયતના સરપંચ વિરુધ્ધ છ મત પડયા, તરફેણમાં ત્રણ મત મળ્યા

Share

ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફઝીલા બેન દૂધવાળા વિરુધ્ધ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ભરત વસાવાએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. આજરોજ ભરૂચ તાલુકા મદદનીશ વિકાસ અધિકારીની હાજરીમાં વિપક્ષના છ સદસ્યોએ સરપંચ વિરુધ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ગત તારીખ આઠમી સપ્ટેમ્બરના રોજ ઉપ સરપંચ ભરત વસાવા સાબિત વિપક્ષના છ સદસ્યો દ્વારા સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાને રજુ કરી હતી. અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છ સદસ્યો દ્વારા ભરૂચ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી સંબધિતનેં અવિશ્વાસની દરખાસ્તની કોપી આપી હતી. 

આજરોજ ભરૂચ તાલુકા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાની હાજરીમાં વિપક્ષના છ સદસ્યોએ સરપંચ વિરુધ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. સરપંચ ફઝિલાબેન દૂધવાળાને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી ત્રણ દિવસ પછી દુર કરવામાં આવશે. એમ જાણવા મળ્યું છે. અવિશ્વાસની દરખાસ્ત મંજુરની પ્રકિયા દરમિયાન પંચાયત કચેરી બહાર ગ્રામજનો એકત્ર થયા હતા. કોઇ અપ્રિય ઘટના ન બને એ માટે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ભરત વસાવાએ મીડિયા સમક્ષ અવિશ્વાસ દરખાસ્ત બાબતે નિવેદનમાં જણાવ્યું હતું કે અમોને જ્યારે ગ્રામ પંચાયતનું સુકાન સોંપવામાં આવશે ત્યારે અમે ગામના વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપીશું ગામમાં એકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરીશું. અવિશ્વાસની દરખાસ્ત મંજુર થતાં અમારી જીત થઇ છે. એમ તેઓએ જણાવ્યું હતું. ગ્રામ પંચાયત સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં સરપંચની તરફેણમાં ત્રણ મત જ્યારે વિરોધમાં છ મત પડ્યા હતા.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

વીર જવાન પાયલોટ અભિનંદનના ગૌરવવંતા પરાક્રમોની ગાથા જાણો… કેવી રીતે અને ક્યાં શું થયું હતું ?

ProudOfGujarat

રાજપીપળા : એકતાનગર ખાતે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની નેશનલ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

આખરે ઓસ્ટ્રેલિયા શા માટે મધમાખીને મારી રહ્યું છે, જાણો કારણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!