ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ બાયપાસ ચોકડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી તકલાદી માર્ગ ના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો..ખરાબ રસ્તા ના કારણે વિસ્તાર ના લોકોમાં આક્રોશ ઉભો થયો હતો…
ખરાબ માર્ગ અને પડેલા ખાડાઓ ના કારણે કેટલાય આંદોલનો અને ચક્કાજામ જેવી સ્થતી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી..જે બાદ આજ રોજ બપોર થી વહીવટી તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો માં ખુશી નો માહોલ છવાયો હતો..અને તેઓના આંદોલન બાદ સફારૂ જાગેલા તંત્ર ની કામગીરી ને આવકારી હતી…
-દહેજ માર્ગ પર હજુ પણ ઠેરઠેર ખાડા અને બિસ્માર રસ્તા..
ભરૂચ બાયપાસ ચોકડી થી દહેજ તરફ જતો માર્ગ પણ બિસ્માર હાલત માં જોવા મળે છે જે બાબત ની નોંધ વહીવટી તંત્ર દ્વારા પણ લેવામા આવી હતી..અને સ્થાનિકો હાલમાં પણ હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે બાયપાસ બાદ દહેજ માર્ગ નું પણ વહેલી તકે રીપેરીંગ કામ શરૂ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે…