નમૅદા નદીમાં તા.૧૭-૧૮ સપ્ટેમ્બરના દિવસે આવેલ ઐતિહાસિક અને વિનાશકારી પુરના કારણે ભરુચ,નમૅદા અને વડોદરા જીલ્લામાં વસવાટ કરી ખેતી કામ કરતા ખેડૂતોની ખેતી પાકમાં ભયંકર નુકશાનની પરિસ્થિતિ નિર્માણાધિન થયી હતી.
આ ઉપરાંત ખેડૂતોના પશુધન, યાંત્રિક સાધનો, ખાતરો, બિયારણો, ઇલેક્ટ્રિક પંપસેટો તથા ખેતી સંલગ્ન તમામ ઉપયોગી ઉપકરણોમાં તબાહીની પરિસ્થિતિ થવા પામી છે. કાંઠા વિસ્તારના ગામોમાં ઘણા ખેતરો રેલના પાણીમાં ઘોવાણ થઈ ગયેલા છે.
આમ આ પુરની પરિસ્થિતિથી આવી પડેલ વિપત્તિમાં ખેડૂતની પડખે ખેડૂત સમાજ ગુજરાત ઉભા રહી ગુજરાત સરકારને ખેડૂત, ખેતી અને ખેતરમાં થયેલ વાસ્તવિક નુકશાન બાબત ખેડૂત આગેવાનો દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી, જેમાં ખેતર અને પાકોની સ્થળ મુલાકાત લઈ નુકશાનનુ આંકલન કરી ખેડૂતોને તેમના હકનુ વળતર અપાવવા બાબતે રજુઆત કરાઈ હતી.