ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ નર્મદા નદીમાં પૂર આવ્યું હતું, પૂરના કારણે કાંઠા વિસ્તારોમા મોટું નુકશાન થયું હતું, ખેડૂતોના પણ ઉભા પાકને નુકશાની થઈ હતી, જે બાદ સરકાર સમક્ષ હવે નુકશાની મામલે યોગ્ય વળતરની માંગ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે.
આજરોજ ગુજરાત કિશાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને વિવિધ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, આવેદન પત્રમાં જણાવાયું હતું કે સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ નર્મદા નદીમાં પાણી બાદ સર્જાયેલ પૂરની સ્થિતિમાં આસપાસના વિસ્તારોમાં નુકશાની થઈ હતી, તે અસરગ્રસ્તોને નુકશાનીનું વળતર ચૂકવવા રજુઆત કરાઈ છે.
સાથે સાથે ભાડભૂત બેરેજ યોજનાના કારણે નર્મદા નદીના જમણી અને ડાબી બંને તરફ પ્રોટેકશન વોલ બનાવવા માટે પણ રજુઆત કરાઈ હતી, સાથે સાથે પૂરમાં ખેડૂતોને થયેલ નુકશાની અને નવી સીઝનમાં ખેતીને ઉભી કરવા માટે વગર વ્યાજની લોનની આર્થિક સહાય જેવી બાબતોને લઈ કિશાન સંઘના પ્રમુખ દેવુભા હમીરભા કાઠી સહિતના આગેવાનોએ આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.