મુસલમાનોના છેલ્લા પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે જેને વિશ્વભરના મુસ્લિમો ઇદે મીલાદના નામે ઉજવણી કરે છે. જે અન્વયે આ પ્રસંગે ઝૂલુસ કાઢી તેની ઉજવણી કરાય છે. તે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ઇદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
વહેલી સવારે નબીપુર જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખાની રખાઈ હતી અને ત્યારબાદ નબીપુર મદ્રસાના પટાંગણમાં જુમ્મા મસ્જિદના ઇમામના હસ્તે ઇસ્લામિક ધ્વજ લહેરાવી ઝૂલુસને રવાનગી અપાઈ હતી. આ ઝૂલુસમા બહોળા પ્રમાણમા ગ્રામજનો હાજર રહયા હતા.
ઝૂલુસ ગામના મુખ્ય માર્ગો ઉપર નાત શરીફના પઠન સાથે શાંતિમય રીતે ફરી નબીપુર જુમ્મા મસ્જિદ ના મુખ્ય પ્રવેશદ્વાર પર પૂર્ણાહૂતિ પામ્યું હતું અને નબીપુર જુમ્મા મસ્જિદ ખાતે આવેલ પયગમ્બર સાહેબના મુએ મુબારકના દિદાર કરાવ્યા હતા. ત્યાર બાદ ગામની ભાગોળે નિયાજ નો કાર્યક્રમ હતો જે શાંતિમય અને ભાઈચારા સાથે પૂર્ણ કરાયો હતો. નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
નબીપુર ખાતે ઈદે મિલાદની શાનદાર ઉજવણી, ઝૂલુસમા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા.
Advertisement