આજ રોજ બપોરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલે એક મહત્વ ની જાહેરાત કરતા પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર ની ટેક્સ ઘટાડા ની અપીલ ને ધ્યાન માં રાખી રાજ્ય સરકાર દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં અઢી રૂપિયા જેટલો ભાવ ધટાડો કરવામાં આવ્યો છે..આમ કેન્દ્ર અને રાજ્ય સરકાર ના નિર્ણય થી ગુજરાતી જનતા ને હવે વધતા ભાવ વધારા માંથી ૫ રૂપિયા જેટલી રાહત મળશે …!!!!
જનતા માટે મોદી સરકાર તરફ થી અચ્છે દિન ની શરૂઆત ..?😍😍
નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા ચૂંટણીઓ પહેલા દેશ ની જનતા ને અચ્છે દિન ના વાયદા કરવામાં આવ્યા હતા. મોદી સરકાર ના એક પછી એક પ્રજાહિત નિર્ણયો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે..જેમાં આજે પેટ્રોલ.ડીઝલ પર ૫ રૂપિયા જેટલો ભાવનો નો ઘટાડો અચ્છે દિન ના સપનાઓ ઉપર ખરા અર્થ માં સાથર્ક થઇ રહ્યા છે….
નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર માં આટલા બધા નિર્ણયો ગુજરાતી જનતા ને જોવા મળશે..
અચ્છે દિન વાત કરીએતો આગામી સમય માં ગુજરાત ને રો-રો ફેરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી.મેટ્રો ટ્રેન. બુલેટ ટ્રેન.ભાડભુત કોઝવે.ગોલ્ડન કોરિડોર હાઇવે સહિતના મહત્વના પ્રોજેકટો ગુજરાત ની જનતા માટે કામગીરીમાં મુકાયા છે..તો તાજેતરમાં સુરત ને કેબલ બ્રિજ ની ભેટ પણ સરકાર દ્વારા આપવામાં આવી હતી..એ અગાઉ ભરૂચ ખાતે પણ કેબલ સ્ટેઇડ બ્રિજ વડાપ્રધાન માં હસ્તે ખુલ્લું મુકાયું હતું..
ગુજરાતી જનતા ને બોનસ માં મળવા લાયક લાભો તો ખરાજ..😍
દિવાળી ભેટ સ્વરૂપે પણ ગુજરાત ને મોદી સરકાર તરફ થી વિકાસ ના કાર્યો વારી મોટી ભેટ મળવાની વાતો પણ નકારી શકાય તેમ નથી.એટલે કે ગુજરાતી જનતા માટે અચ્છે દિન ની શરૂઆત મોદી સરકાર ના રાજ માં થઇ ચુકી છે.તે બાબતો હાલ સરકાર તરફ થી થઇ રહેલા કાર્યો ઉપર થી કહી શકાય તેમ છે…