ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ સહિત વડોદરા જિલ્લાના કરજણમાં મસ્જિદો,મહોલ્લાઓ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. આવતીકાલે ઇદે મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇદે મિલાદ પર્વ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસની મુસ્લિમ સમાજના લોકો દ્વારા સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ શાનદાર ઉજવણી કરવામાં આવે છે.
પાલેજની મક્કા મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદો, મહોલ્લાઓ, દરગાહો રોશનીથી ઝળહળી ઉઠયા છે. જ્યારે વડોદરા જિલ્લાના કરજણ સ્થિત જુના બજાર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ઇદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ઇદે મિલાદનું ઝુલુસ અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ નીકળશે જે ઝુલુસ નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી હજરત સૈયદ મોટામિયા બાવા સાહેબના આસ્તાના પર પહોંચી હજરત મુહમ્મદ સાહેબના મુએ મુબારકની જિયારત કરશે.
યાકુબ પટેલ, પાલેજ