સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ મુંગા પશુઓની વહારે આવી પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં ઘાસચારો પહોંચાડ્યો હતો. જનજીવન ખોરવાતા પશુઓના ઘાસચારા માટે પડતી જરૂરિયાતોને પૂરી કરવા સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ઘાસ વિતરણ કામગીરી કરવામાં આવી હતી.
પશુઓ માટે ઘાસચારો એકઠો કરી જરૂરિયાત મુજબના પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચાડી મુંગા પશુઓની વહારે આવી મુંગા પશુઓ માટે સરાહનીય કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લાની સામાજિક વનીકરણ વિભાગના વાલીયા, ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ, વાગરા, આમોદ જંબુસરના સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓઆ કામગીરીમાં જોડાયા હતા.
Advertisement