ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં પૂરને કારણે ઘણી જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઘણા કુટુંબ તકલીફમાં છે. ઘણા બધા ગામોને આ પુરની ખૂબ ગંભીર અસર થઈ છે. ગ્રામજનોના જનજીવન અસ્તવ્યસ્ત થયા છે.
અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલ અમેરિકામાં રહે છે પણ તેમનું હ્રુદય અને મન તેમની માતૃભૂમિ માટે હંમેશા પોતાના વતન માટે ધબકતું રહે છે તેથી તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે.
હાલ ભરૂચમાં પૂરની ગંભીર પરસ્થિતિને ધ્યાનમાં લઇ અસ્મિતાના ટ્રસ્ટ મંડલ સાથે ચર્ચાઓ કરી અને આ પૂરગ્રસ્ત વિભાગોમાં શુકલતીર્થના દુબઈ ટેકરી વિસ્તારમાં food/grain ની 40 જેટલી કીટ, જેનો 1 માસ સુધી ઉપયોગ કરી શકે તે રીતે બનાવવામાં આવી. આમાં દૈનિક રસોડાના વપરાશની તમામ વસ્તુઓ જેમ કે મસાલા, અનાજ, કઠોળ, 5 લીટર તેલ, શાકભાજી આ તમામ વસ્તુઓનો સમાવેશ કર્યો.
શુક્લતીર્થ ગામના સરપંચ, તલાટી તથા આગોવાનો સાથે રહી જરૂરીયાત મંદ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન સાથે આ કિટો પહોચાડવામાં આવી. આ કાર્યમાં USA ના સહયોગી દાતા પ્રિયમબેન પટેલનો પણ આર્થિક સહયોગ રહ્યો.