નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા જન શિક્ષણ સંસ્થાન ખાતે તાલીમાર્થીઓમાં અત્યોદય વિચારને જાગૃત કરવા એટલે કે “સમાજની અંતિમ પંકિતના વ્યકિતનો ઉદય કરવા” ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન પદેથી સંબોધતા રોટરી કલબ વાગરાનાં પ્રમુખ અને જે.એસ.એસના નિયામક ઝ્યનુલ આબેદીન સૈયદે પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીનાં જીવન કવન ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેમના અંત્યોદયનાં વિચારો સામાન્ય જન માનસ સુધી પહોંચે તેવા ભારતની સનાતન વિચારધારા એકાત્મ માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા અંગે સૌને અવગત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશમાં રહેનાર અને અંત્યોદય પ્રત્યે મમત્વની ભાવના રાખનાર માનવ સમૂહ સૌ એક છે તેમની જીવન પ્રણાલી, કલા, સાહિત્ય, દર્શન વિગેરે ભારતીય સંસ્કૃતિ દર્શાવે છે અને એ દ્રષ્ટિએ “વસુદૈવ કુટુમ્બકમ”ની આપણી સભ્યતા પ્રચલિત છે. ક્વિઝ સ્પર્ધામા જે.એસ.એસના તાલીમાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે કુ. આયેશા કાઝી, દ્વિતીય ક્રમે કુ. સુમૈયા ડબ્બાવાલા અને તૃતીય ક્રમે ભાવીકાબેન સોની વિજયી બન્યા હતા તમામ વિજેતા તાલીમાર્થીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તેમનાં એન.એસ.વી સર્વશ્રી ડોલીબેન કરાડીયા, મનીષભાઈ પરમાર તથા જીજ્ઞેશભાઈ બારીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતુ. કાર્યક્રમનાં અંતે રિસોર્સ પર્સન અર્પિતાબેન રાણાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ
Advertisement