સપ્ટેમ્બર 2023 મહિના દરમિયાન નર્મદા નદીમાં આવેલ ઘોડાપૂરને કારણે નદી કાંઠાના ગામોમાં ભયંકર પૂરની સ્થિતિને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હજારો પરિવારોને લાખો કરોડોના ઘરવખરી અને ઉભા પાકને નુકસાન થયેલ છે આ સ્થિતિમાં જેમના કાચા મકાન હતા તેઓ ઘર વિહોણા બન્યા છે.
રેડક્રોસ દ્વારા નદીના દક્ષિણ તરફના ગામો જેમ કે બોરભાઠા ગામ, બોરભાઠા બેટ, શક્કરભાઠા, સરફુદ્દીન, દીવા વગેરે ગામોમાં અતિ જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરીને રાહત સામગ્રીનું ઘરે ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઓઢવા પાથરવા માટે બ્લેન્કેટ, મચ્છરદાની, પૂરા પરિવારની રસોઈ બનાવી શકાય અને જમી શકે તેવી વિવિધ 14 સ્ટેનલેસ સ્ટીલનાં વાસણોની કિચન કીટ જેવી સામગ્રીનું અતિ અસરગ્રસ્ત પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોકત ગામોના કુલ ૩૧૫ પરિવારને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ રાહત સામગ્રી વિતરણ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંકલેશ્વર તાલુકા શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા શાખાના સેક્રેટરી રાકેશભાઈ સોલંકી, માસ્ટર ટ્રેનર નિલેશ વેજપરા, સ્વયંસેવક વિપુલભાઈ પટેલ, ડીકે નાથાની, સુભાષભાઈ કોઠીયા, ચીમનભાઈ સતાખીયા, કિરીટભાઈ, પ્રવીણભાઈ ચોવટીયા, અરવિંદભાઈ સાવલિયા, હિતેશભાઈ ડોબરીયા, જય ભાઈ તેરૈયા અને બોરભાઠા ગામના યુવાનો જોડાયા હતા.