ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પૂરને કારણે ભરૂચ, અંકલેશ્વરના, ઝઘડિયાના, હાંસોટ અને વાગરાના અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લા પ્રસાશન દ્વારા રાત-દિવસ સતત કામગીરી કરી કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચુકવવા માટે સર્વે ટીમો દ્વારા સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.
જિલ્લા પ્રસાશન દ્વારા અત્યાર સુધીમાં પૂરઅસરગ્રસ્ત ગામોના કુલ ૧૭૮૬૬ લોકોને કેશડોલ્સ પેટે રૂ.૪૨.૧૯ લાખની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે. જેમાં ભરૂચ ગ્રામ્યમાં ૧૭૩૮૯ જેટલા લોકોને રૂ. ૪૦,૮૫,૫૨૦ કેશડોલ્સ તેમજ ભરૂચ શહેરના ૪૭૭ લોકોને રૂ.૧,૩૪,૦૦૦ ની કેસડોલ્સ ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ભરૂચ શહેર ૩૮, ગ્રામ્ય ૩૨૭૭, અંકલેશ્વર ગ્રામ્ય ૦૫ એક કુલ ૩૩૨૦ પરિવારોને રૂ ૧.૨૫ કરોડની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે.
વધુમાં કપડા સહાયમાં ઝઘડિયામાં ૭૩૫ પરિવાર તથા અંકલેશ્વરમાં ૨૫૪૨ પરિવાર એમ કુલ ૩૨૭૭ પરિવારોને રૂ ૧.૦૭ કરોડની કપડા સહાય જિલ્લા વહીવટી તંત્ર તરફથી ચૂકવવામાં આવી છે. આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કુલ રૂ ૨.૩૨ કરોડની સહાય અત્યાર સુધી કપડા સહાય તથા ઘરવખરી સહાય તરીકે ચૂકવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અસરગ્રસ્ત એવા ભરૂચ-અંકલેશ્વર શહેર અને ગામડાઓમાં ઘરવખરી માટે ૫૬ ટીમો તથા કેશડોલ્સની ચૂકવણીના સર્વે માટે ૪૭ ટીમો કાર્યરત કરવામાં આવી છે.