તાજેતરમાં જ નર્મદા નદીમાં આવેલ પૂર બાદ ભરૂચ જિલ્લામાં ભારે તારાજીનું નિર્માણ થયું હતું, પૂરના પાણી ઠેર ઠેર પ્રવેશી જતા અનેક ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો, ખાસ કરી નર્મદાથી ભરૂચ જિલ્લાના નદી કાંઠા વિસ્તારમાં શેરડી અને કેળ જેવા પાકનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટું નુકશાન થયું હતું.
ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ જતા સરકાર અને સરદાર સરોવર ડેમ સંચાલકોની કામગીરી સામે ખેડૂતોએ સવાલ ઉભા કર્યા હતા, જે બાદ સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલ સહાય પેકેજનો ખડૂતોએ વિરોધ કર્યો હતો અને આ સહાય ખેડૂતોના નુકશાની સામે અપૂરતી હોવાનું જણાવી આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
Advertisement