Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના વસ્તી ખંડાલી ગામ ખાતેથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ કરતી પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ કટીબંધ છે, જિલ્લામાં અનેક સ્થળે દરોડા સતત પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરી વાગરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી, જ્યાં વસ્તી ખંડાલી ગામ ખાતેથી હજારોના મુદામાલ સાથે 7 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે સ્કૂલ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા, પોલીસના દરોડામાં (1) ઉસ્માન ગફુર દાદુ વલ્લી પટેલ રહે, વસ્તી ખંડાલી (2) મુસ્તાક ઝાકીર મલેક રહે,બુવા ગામ આમોદ (3) મહેબૂબ ઇસ્માઇલ ભઠ્ઠી રહે, વસ્તી ખંડાલી (4) જુબેર અબ્દુલ ભટ્ટી રહે, વસ્તી ખંડાલી (5) સલીમ અહમદ પટેલ રહે, વસ્તી ખંડાલી (6) ઝાકીર અહેમદ મન્સૂરી રહે, ગરીબ નવાજ પાર્ક, વાગરા તેમજ (7) અકબરભાઈ હશનભાઈ પઠાણ રહે, ઈંટોલા આમોદનાને ઝડપી પાડી તમામ પાસેથી કુલ 14 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

સબ ઠીક હૈ નો દેખાડો : ભરૂચ નગરપાલિકા દ્વારા બંધાયેલ અર્બન હોમ સેન્ટરમાં ફાયર સિસ્ટમની અપૂરતી સુવિધાઓ.

ProudOfGujarat

ભરૂચના નબીપુર ગામે ચિકન ગુનિયાના ૭ જેટલા શંકાસ્પદ કેસોથી તંત્રમાં દોડધામ

ProudOfGujarat

શા માટે હાઈ કોર્ટના ન્યાયાધીશે કહેવું પડ્યું હતું કે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ની ઓફીસ ને તાળા મારી દો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!