Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સરકાર દ્વારા ખાસ કૃષિ પેકેજ પુર અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયું

Share

ગુજરાત સરકાર દ્વારા ખાસ કૃષિ પેકેજ પુર અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે. આ ખાસ કૃષિ પેકેજની માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા અને શેરખાન પઠાણ દ્વારા ગઈકાલે જ અનશન કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પુર પીડીતો માટે મકાન, ઘરવખરી અને કેસડોલની સહાયની જાહેરાત બાદ ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવાની પણ માંગણી કરાઈ હતી જે સરકાર દ્વારા જાહેર તો કરવામાં આવી છે પરંતુ તે અપૂરતી છે. બધા જ ચૂકવવણામા પચ્ચીસ ટકાનો વધારો મોટાભાગના વિસ્તારમા કેળ અને શાકભાજીનો પાક છે. શાકભાજીને પણ બાગાયતની માફક વળતર ચૂકવવુ જોઈએ, બે હેક્ટરની મર્યાદા રદ કરી ૮-અ મા જણાવેલ તમામ જમીન માટે વળતર ચૂકવવું જોઈએ.

ગામડાઓમાં ગ્રામસેવકનો અભાવ છે તલાટી સર્વે કરવા શક્તિમાન નથી ત્યારે ડ્રોન સર્વે અથવા સેટેલાઈટ સર્વેના આધારે તમામ પાણી ભરાયેલ વિસ્તારોના ખેડૂતોને ૩૩ ટકાની મર્યાદા રદ કરી તમામ નુકસાન ગણી વળતર ચૂકવી દેવું જોઈએ એવી માંગણી સંદીપ માંગરોલા અને શેરખાન પઠાણ દ્વારા કરાઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ અને ગામડાઓને જોડતા રોડ પર બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ.

ProudOfGujarat

અંકલેશ્વરની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!