નર્મદા નદીમાં આવેલાં પૂરના કારણે ભરૂચ જિલ્લામાંથી 6 હજાર કરતાં વધારે લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં. જિલ્લામાં 4,062 પૂર અસરગ્રસ્તોને રૂ. 9.11 લાખની કેશડોલ ચૂકવવામાં આવી છે. નર્મદા નદીના પૂરને કારણે ભરૂચના 6, અંકલેશ્વરના 15 , ઝઘડિયાના 12, હાંસોટના 1 અને વાગરાના 1 મળી કુલ 35 ગામમાં વ્યાપક નુકસાન થયું છે.
આ અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાત-દિવસ સતત કામગીરી કરી કેશડોલ અને ઘરવખરી સહાય ચુકવવા માટે સર્વે હાથ ધરી કેશડોલ ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં પૂરઅસરગ્રસ્ત ગામોના 4062 લોકોને કેશડોલ પેટે રૂ 9.11 લાખની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત બાકી લોકોને કેશડોલ ચૂકવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.
Advertisement