ભરૂચ અને દહેજને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આજે સવારે ટોલનાકા નજીક એકા એક સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા ચક્કજામ કરી વિરોધ પ્રદશન કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી હતી,આ દરમ્યાન કલાક ઉપરાંત જામમાં વાહનોના પૈડાં થંભી ગયા હતા.
સ્થાનિકો અને વાહન ચાલકોએ માંગ કરી હતી કે ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, માર્ગ પર મસ મોટા ખાડા પડ્યા છે, જેને લઈ અનેક વાહન ચાલકો રોંગ સાઇડ ઉપર વાહન હંકારવા મજબુર બનતા હોય છે, જે બાદ અકસ્માત જેવી ઘટનાઓનું નિર્માણ થતું હોય છે.
માર્ગના સમારકામ માટે અવારનવાર હાઇવે ઓથોરિટી તેમજ તંત્રના આસપાસના ગ્રામજનો સહિત ટ્રાવેલ્સ સંચાલકો અને વાહન ચાલકો દ્વારા રજુઆત કરવામાં આવી છે, છતાં આજદિન સુધી આ માર્ગનું સમાર કામ કરવામાં આવ્યું નથી, જેને લઈ તંત્ર પ્રત્યે હવે લોકોમાં આક્રોશ ભભુકી ઉઠ્યો છે.
આજરોજ ટોલનાકા નજીક અચાનક લોકોએ કલાકો સુધી ચક્કાજામ કરી દેતા અનેક વાહનોના પૈડાં થંભી ગયા હતા, જે બાદ મામલે પોલીસ વિભાગને જાણ થતા પોલીસના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઈ આંદોલન કરી રહેલા લોકોને સમજાવટ કરી વાહન વ્યવહાર રાબેતા મુજબનું કર્યું હતું.