ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પૂરના આજે ચોથા દિવસે પણ લોકો ઘુટનસમા પાણીમાં જોવા મળ્યા હતા. લોકોએ રાજકીય અને સરકારી કર્મચારીઓ પર આકરાપહાર કર્યા હતા. આ વિસ્તારમાં કોઈ જ પ્રકારની જાણકારી કર્યા વિના જ પાણી આવી જતા લોકોના ઘરોની તબાહી બોલી ગઈ હતી ત્યારે છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં કોઈ જ પ્રકારની ખાણીપીણી કે કોઈ જ પ્રકારની પૂછપરછ કરવા આવતા નહીં સરકારી કર્મચારીઓ અને નેતાઓ પર ગ્રામજનોનો ભારે આક્રોશ છે ત્યારે શુકલતીર્થ ગામના જ 27 વર્ષીય રાકેશભાઈ સોમાભાઈ વસાવા શુકલતીર્થ ગામમાં પૂરના પાણી આવી જતાં શુકલતીર્થ ગામથી શુક્લતીર્થ ગામજનોને નીકોરા ગામની પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે તે સમય દરમિયાન રાકેશભાઈ અને તેઓના પરિવાર સાથે નિકોરા શાળાએ ગયા હતા પરંતુ રાકેશભાઈ ઘરે કોઈક વસ્તુ ભૂલી જતા તેઓ પરત શુકલતીર્થ આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પાછા ન ફરતા તેઓના પત્ની સંગીતાબેને તેઓના ડિયર વિવેકને તેઓની શોધખોળ માટે મોકલ્યા હતા ત્યારે તે સમય દરમિયાન તેઓના નાના ભાઈ વિવેકને તેઓનો મૃતદેહ ગામના મેઇન રોડ પાસે પગમાં અથડાતા તેઓની ડેડ બોડી મળી હતી અને ત્યારબાદ તેઓના ભાઈએ ડેડબોડીની પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારપછીની અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી. મૃતક રાકેશભાઈ સોમાભાઈ વસાવા ઉમર 27 વર્ષના હતા જયારે તેમની પત્ની સંગીતાબેન રાકેશભાઈ વસાવા ઉમર 25 વર્ષ અને બે નાની બાળકી ( ૧ ) સંધ્યા ૭ વર્ષ ( ૨ ) સાધના ૪ વર્ષ હોવાનું જાણવા મળેલ છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં પૂરના પગલે એક યુવાનનું મોત નીપજ્યું.
Advertisement