ભરૂચની નર્મદા નદીમાં પુર આવતાં આસપાસના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. ભરૂચના ઝુલેલાલ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું હોય પૂરના પાણી ઓસરતા મંદિરમાં સાપ દેખાતા પ્રકૃતિ પ્રેમીઓએ સાપનું રેસ્ક્યુ કર્યું હતું.
ભરૂચની નર્મદા નદીમાં પૂર આવતાં આસપાસના વિસ્તારો તેમજ ઝુલેલાલ મંદિરમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. આ પૂરના પાણી મંદિરમાંથી ઉતરતા મંદિરમાં સાપ જોવા મળ્યો હોય આથી અહીંના રહેવાસીઓએ તાત્કાલિક અસરથી પ્રકૃતિ પ્રેમી હિરેનભાઈ શાહનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે તેઓની ટીમ ઝુલેલાલ મંદિર પરિસરમાં પહોંચી હતી જ્યાં જઈ તેમના દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાપનું રેસ્ક્યુ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હોય. અત્રે નોંધનીય છે કે ભરૂચ તેમજ આસપાસના વિસ્તારમાં અવારનવાર સાપ દેખાવાના અહેવાલો સામે આવી રહ્યા છે, અહીં અવારનવાર જીવદયા પ્રેમી દ્વારા સાપનું રેસ્ક્યુ કરી તેને યોગ્ય જગ્યાએ છોડવામાં આવે છે પરંતુ અવારનવાર ભરૂચની આસપાસના વિસ્તારમાં સાપ દેખાદેવાની ઘટનાઓ અસ્તિત્વમાં આવે છે.