Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ હાલ વાહનોની અવર-જવર માટે ખુલ્લા કરાયા

Share

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના ઉપરવાસમાં પાણીનો વિપુલ જથ્થો સરદાર સરોવરમાં આવતા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. જેથી નર્મદા નદીમાં પાણી છોડવાની જરૂરિયાત ઊભી થતાં નદી કાંઠા વિસ્તારના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના કેટલાંક ગામોના લોકોના જનજીવન પ્રભાવિત થયા હતા. કાંઠા વિસ્તારના ઘરોમાં, ખેતરો- ખાડી તેમજ કોતરોમાં પાણી ફરીવળતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી હતી. જેમાં NDRF અને SDRF ની ટીમોની મદદ લઈને કુલ ૧૭ જેટલા અસરગ્રસ્ત ગામોના ૩૯૦ લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા હતા. જ્યારે પુરના કારણે જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ નોંધાયું હોય તેવી વિગતો લોકો દ્વારા ક્યાંય સામે આવી નથી.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળ તેમજ પંચાયતના નર્મદા જિલ્લાની હદમાં આવતા માર્ગો પૈકી વરસાદ અને પુરના પાણીના કારણે માર્ગો પર કેટલાક સ્થળે ધોવાણ થતા તેમજ માટી ધસી આવતા વાહનવ્યવહારને અંશત: અસર વર્તાઇ હતી. રોડ પરના ગામો અને તાલુકાઓને જોડતા રસ્તાઓને નુકશાન થયું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓનું નાનુ-મોટું દુરસ્તીકરણની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે અને હજી પણ જરૂર જણાય ત્યાં કામગીરી ચાલી રહી છે. જેના પરિણામે ખૂબ જ ટુંકા ગાળામાં જિલ્લાને જોડતા મુખ્ય રસ્તાઓ ઉપરનું વાહનવ્યવહાર હાલમાં પૂર્વવત કરી દેવામાં આવ્યું છે. આ તમામ રસ્તાઓ પૈકી કેટલાક સ્થળે બાકી રહેલી કામચલાઉ કામગીરી ટુંક સમયમાં પૂર્ણ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા-મશીનરી દ્વારા પુરજોશમાં ચાલી રહી છે.

Advertisement

વરસાદના અને ડેમના પુરના કારણે નાંદોદ તાલુકાના જેસલપોર, સોઢલિયા શહેરાવ રોડ, રામાનંદ આશ્રમ વિસ્તાર અને તેને જોડતા રસ્તાઓ પરથી માટી અને ઝાડી ઝાંખરા હટાવી દેવાયા હતા. કાદવ કિચડ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તિલકવાડા તાલુકામાં દેવલિયા-તિલકવાડા માર્ગને પણ ખુલ્લો કરી નાના-મોટા વાહન વ્યવહાર માટે પૂર્વવત્ત કરવામાં આવ્યો છે.

પુરના પાણી તિલકવાડા, નવાગામ, આમદલા અને કાટકોઈ ૬૬ કેવી સબસ્ટેશ વિસ્તારમાં ઘૂસી આવતા ગામોમાં પુરના પાણીના કારણે અંદાજે ૧૩૫ જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થઈ ખોરવાયો હતો. જોકે વીજ કંપનીની ટીમો દ્વારા રાઉન્ડ ધી ક્લોક રિસ્ટોરેશનની નમી ગયેલા થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરી મહત્તમ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ત કરી દેવામાં આવ્યો છે. લોકોના ઘરોમાં અજવાળું કરાયું છે અને બોર મોટર પણ પુનઃ શરુ થયાં છે.

નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ત થતા પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ ટાંકી-નળ દ્વારા લોકોને સ્વચ્છ પીવાનું પાણી ઝડપથી મળી રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અસરગ્રસ્ત ગામોમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, ગામ આગેવાનોના સહયોગથી નાસ્તા-ભોજનની સુવિધા પણ પુરી પાડવામાં આવી રહી છે. રાજપીપળા નગરપાલિકાના કેટલાક નીચાણવાળા વિસ્તારો જેવા કે કુંભારિયા ઢાળ, જુના કોટ વિસ્તારોમાંથી પણ હવે પાણી ઓસરી જતાં નગરપાલિકા દ્વારા જરૂરી દવા છંટકાવ અને સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં વહેલી સવારથી જ આરોગ્ય કર્મીઓ પહોંચી જઈને સર્વેની કામગીરી હાથ ધરી જરૂરિયામંદ લોકોને ગોળી-દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે પીવાના પાણીમાં ક્લોરિનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. લોકોને સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. તિલકવાડાના રેંગણ ગામે હવે પૂરના પાણી ઓસરી જતાં આરોગ્ય વિભાગની અલગ- અલગ ત્રણ ટીમો બનાવી જુદાં જુદાં ફળિયામાં ઘરે ઘરે ફરીને કોઈ બીમાર કે તકલીફમાં નથી તેની પૃચ્છા કરવામાં આવી હતી. ઘરે ઘરે કલોરીન ટેબલેટનું પણ વિતરણ અને એન્ટીલાર્વા કામગીરી તથા બીમાર લોકોને જરૂરી દવાઓ આપવાની

PHC ના કર્મચારીઓ દ્વારા કામગરી ચાલી રહી છે. ગામની ૧૬૪૯ ની વસ્તી સામે ૯૪૫ જેટલા લોકો પુરના પ્રકોપથી અસરગ્રસ્ત થયા હતા. જે તમામનો સર્વે કરી જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પુર અસરગ્રસ્ત ગામોમાં પહોંચીને તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત બીમાક પશુઓની સારવારની કામગીરી હાથ ધરી પશુપાલકો સાથે જરૂરી પશુ સાર સંભાળ અંગે પરામર્શ કરી વિનામૂલ્યે દવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ગામની શાળાના શિક્ષકો, તલાટી કમ મંત્રી, આશા વર્કર, આંગણવાડી, તેડાગર-કાર્યકર વગેરેને ગામમાં લોકોને તકલીફ ન પડે તે માટે માનવતાના ધોરણે મદદ કરવા અને સપરંપશ્રી દ્વારા પણ વહીવટી તંત્ર અને ગામના અગ્રણીઓ દ્વારા પુરની આપત્તિમાં એક બીજાને સાથ સહકાર આપી મદદ કરી ઝડપથી જનજીવન રાબેતા મુજબ થાય તે માટે વહીવટી તંત્ર અને ગ્રામજનો સૌ સાથે મળીને મુશ્કેલીમાંથી બહાર આવવા આહવાન કરાયું છે. સરકાર દ્વારા પણ સમયાંતરે સમીક્ષા કરીને જરૂરી પગલાં ભરવામાં આવશે.


Share

Related posts

સ્વ. અહમદ પટેલની આજે 74 મી જન્મ જયંતિ – ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર નેતા, જેમણે પરિવારને રાજકારણથી રાખ્યુ હતું દૂર

ProudOfGujarat

પંચમહાલમા દારુ હેરાફેરી  ની મોસમ ખીલી? પાવાગઢ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડ્યો

ProudOfGujarat

ગોધરા : અપક્ષમાં ચૂંટાઈ આવેલા કાઉન્સિલરે જાતિ અપમાનિત શબ્દો બોલતા પોલીસ ફરિયાદ…જાણો સમગ્ર મામલો શું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!