Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા સામૂહિક રક્ષબંધન યોજાયો

Share

રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત સંસ્થા ભારત ભારતી દ્વારા તારીખ ૧૭ રવિવારના રોજ સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન ભરૂચ ભારત ભારતીના કનવિનર મુકતાનંદ સ્વામીની અધ્યક્ષતા ડો. દીપિકા શાહ અને ડો. જીતેન્દ્ર રાજપૂતની દેખરેખમાં થયું હતું ભરૂચ અને અંકલેશ્વર માં વસતા વિવિધ પ્રાંતના ભાઈ બહેનો દ્વારા એક બીજા પ્રત્યે સ્નેહ ભાવ મૈત્રી પ્રેમ રાષ્ટ્રીય ભાવ પેદા થાય એ હેતુથી આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતું.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ વક્તા તરીકે અરવિંદ સિંહ વણવાર તેમજ અવિનાશ પાટિલે સંસ્થાના ઉદ્દેશો તેમજ સંસ્થા દ્વારા સમગ્ર દેશના રાષ્ટ્રીય એકાત્મતા ને લગતી પ્રવૃત્તિઓ વિશે રસભર માહિતી આપી હતી. તદઉપરાંત વિવિધ રાજ્યો ના લોકો દ્વારા પારંપરિક વેશભુષા માં જેતે પ્રાંત ને ભાષા ના ગીતો ઉપર નૃત્ય તેમજ વિવિધ પ્રકારની કલાકૃતિઓ રજુ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળના વેરાકુઈ ગામે ઓવરલોડેડ કપચી ભરેલા ટ્રક ડમ્પરોને કારણે વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

ગોધરામાંથી રદ થયેલી 16 લાખની જુની ચલણી નોટો સાથે બે ઇસમો પોલીસનાં હાથે ઝડપાયા.

ProudOfGujarat

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!