ભરૂચ તાલુકાના નિકોરા ગામે નર્મદા નદીમાં આવેલા પુરમાં અનેક પશુપાલકો અને ખેડૂતો અટવાયા હતા ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પશુપાલન કરતાં પશુપાલકો તેઓના પશુઓને ખોરાક માટે બુમ ઉઠી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી એટલી સ્પીડમાં આવેલા પાણી એ પશુપાલકોને તેઓના પશુઓને સ્થળાંતર કરવાનો સમય જ નહીં મળ્યો જેથી નીકોરા ગામના પશુપાલકો પણ નિકોરા બેટોમાં જ તેઓના પશુઓ એકત્ર કરી રોકાયા હતા પરંતુ પુરના પાણીમાં અનેક પશુઓ તણાઈ ગયા અને કેટલાક પશુઓના તો મૃત્યુ પણ પામ્યા ત્યારે હવે બાકી રહેલ પશુઓને પશુપાલકો એકત્ર કરી નિકોરા બેટ ઉપર યથાવત છે પરંતુ આ પશુઓને હવે ખાવા માટે ઘાસચારાના અભાવથી પશુઓ પણ બૂમો પાડવા લાગ્યા છે. તંત્ર દ્વારા આ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી પશુપાલકો માંગ ઉઠાવી રહ્યા છે ત્યારે બેટ પર રહેતા અનેક લોકોના તો મકાનો પણ ધરાશાયી થઈ ગયા છે.
Advertisement