ભરૂચ સ્થિત મુન્શી આઈ.ટી.આઈ. ભરૂચમાં વર્ષ ૨૦૨૧-૨૩ અને ૨૦૨૨-૨૩ ના પાસ થયેલ તાલીમાર્થીઓ માટે convocation ceremony કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કલર ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ વિલાયતના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કેતન બી. ફનાસિયા તથા કલર ટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના ડિપાર્ટમેન્ટ હેડ વિરલભાઈ પ્રજાપતિ તથા વિદેશથી પધારેલ સંસ્થાના ટ્રસ્ટી ઇબ્રાહીમભાઇ સાલેહ હાજર રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ તથા સંસ્થાના CEO સુહેલ દુકાનદાર તથા કારોબારી સભ્ય સલીમભાઈ અમદાવાદી સાહેબ તથા આરીફ પટેલ આચાર્ય અને લુકમાન પટેલ મોહંમદપુરા આઈ.ટી.આઈ. ના આચાર્યની સાથે તમામ સ્ટાફગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કલામે પાકથી કરવામાં આવી હતી. આચાર્ય આરીફ પટેલ દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહેમાનોનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં પાસ થયેલ તમામ પ્રથમ તથા દ્રિતીય નંબરના તાલીમાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન તથા ટ્રસ્ટીઓ દ્વારા તાલીમાર્થીઓ ને ઈન્ડસ્ટ્રીઝ માટે જરૂરી સેફ્ટી ની સાથે સાથે કોમ્યુનિકેશન સ્કીલ્સ ડેવલપમેન્ટ પણ મેળવવા માટે આહવાન કર્યું હતું.તથા કેતન ફાનસિયા સાહેબ દ્વારા વિઝન મિશન રજિસ્ટ્રેશન વ્યાખ્યા સમજાવી ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમને યુસુફભાઈ મતાદાર તથા કડવા રિયાઝ દ્વારા એંકરિંગની ભૂમિકા અદા કરવામાં આવી હતી. આઈ.ટી.આઈ. તમામ સ્ટાફ દ્વારા ખુબ જ સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અંતમાં લુકમાન પટેલ દ્વારા આભાર વિધિ કરી હતી. અને છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચની મુન્શી આઈ.ટી.આઈ. માં convocation ceremony કાર્યક્રમ યોજાયો.
Advertisement