સરદાર સરોવર નર્મદા ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદી માં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ઝઘડિયા તાલુકાના તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાં લોકો પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા હતા, ઝઘડિયા તાલુકાના તરસાલી, ઓર,પટાર, તોથીદ્રા ગામના લોકોને સ્થાનાંતરિત કરી ભાલોદ મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે તેમના રહેવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી,
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા સહિતના સભ્યોએ આ સ્થાનાંતરીત લોકોની મુલાકાત કરી તેઓને પડતી મુશ્કેલીઓની માહિતી મેળવી હતી, અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, સંદીપ માંગરોલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા નદીમાં જે પૂરની સ્થિતિ સર્જાય છે એ માનવસર્જિત પૂર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના વધામણા કરવા માટે ડેમ ભરવામાં આવ્યું અને ત્યારબાદ ઉપરવાસમાંથી પાણી આવી જતા અચાનક મોટી માત્રામાં નર્મદા નદીમાં પાણી છોડી દેવામાં આવ્યો જેનાથી આ પૂરની સ્થિતિ સર્જાઇ હતી તો આ બનાવની પાછળ જે કોઈ લોકો દોષિત હોય તેઓ સામે કાર્યવાહી કરવા આવે તેવી માંગ કરી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાલોદ ખાતે પૂરગ્રસ્તોની મુલાકાત લીધી
Advertisement