સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારની બે જવાબદાર નીતિના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ડેમને અડીને આવેલા ઉપરવાસના ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. નર્મદા જિલ્લાના કાંઠાના વિસ્તારના ગામો સાથે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ઇતિહાસમાં પ્રથમ વખત મોટી પૂરની પરિસ્થિતિ માનવસર્જિત ઉભી થવા પામી છે. જેના માટે જવાબદાર ભાજપની સરકાર અને તંત્ર છે. કેવડીયા કોલોની ખાતે અનેક વ્યવસાયિક સ્થાનો ઉપર પાણી ભરાઈ જતા કરોડો લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતી છે. હજારો એકરની ખેડૂતોની જમીનમાં પાણી ભરાવાથી કેળ, શેરડી સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું તંત્ર નિંદ્રાધીન હોય એમ નર્મદાના નીરના વધામણા કરવાના ગટકડાઓ કરવામાં વ્યસ્ત છે. આવી બે જવાબદાર સરકાર ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી રહી છે. જે ગુજરાતના લોકોની કમનસીબી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોળા દ્વારા કાંઠા વિસ્તારના તમામ અસરગ્રસ્ત ગામોના ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેનો હેલ્પલાઇન નંબર સોશિયલ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ ભયાનક સ્થિતિમાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત માટે કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા અન્ય આગેવાનો સાથે હાલમા કાંઠા વિસ્તારના ગામોમા ફરી રહ્યા છે.