Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂરનું એલર્ટ – નર્મદા નદીમાં સંભવિત પુરનો ખતરો, સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલાયા, ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના કાંઠા સાવધ કરાયા

Share

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા સીઝનમાં પહેલી વખત 1.45 મીટરથી ખોલાતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરી દેવાયા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 8 ટર્બાઇન ચલાવી 12 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે ઓમકારેશ્વર ડેમના દરવાજા પણ ખોલતા સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.

Advertisement

પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના 30 પૈકી 10 ગેટ 1.45 મીટરથી આજે બપોરે 12 કલાકે ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા નદીમાં પાણી મોટી માત્રામાં ઠલવાઇ રહ્યું છે. કર્મશ 3.45 લાખથી 8 લાખ સુધી પાણીમાં વધારો થવાનો હોય ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

આજે સવારે 11 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.82 મીટરે નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી – 138.68 મીટર છે. પાણીની આવકમાં ધરખમ વધારો થતા ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 12 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી રહી છે.

સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બપોરે 12 કલાકથી 10 દરવાજા ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું છે. બપોરે 1 કલાકથી વધુ દરવાજા ખોલાશે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે 1 કલાકથી 3.95 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જે તબબક્કાવાર વધારીને 8.45 લાખ ક્યૂસેક સુધી છોડવામાં આવી શકે છે.

નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. હાલ પાણીની આવક 5,80,000 ક્યૂસેક છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ થઈ રહ્યાં છે.

ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં પાણીની સપાટી 136.11 મીટરને પાર કરી ગઈ છે. પાણીની આવક બપોર બાદ વધીને 9,38,060 ક્યૂસેક થઈ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિતે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ProudOfGujarat

ખેડા : જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ

ProudOfGujarat

ઉમરેઠના સુરેલી-દૂધાપુરા રોડ ઉપરથી ડીઝલ ચોરી કરતી ગેંગનો એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!