ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં ગતરોજ ધોળે દિવસે એચ. રમેશચંદ્ર આગડિયા પેઢીના કર્મચારીને ચપ્પુની અણીએ પલ્સર મોટર સાયકલ લઈ આવેલ ત્રણ જેટલાં ઈસમોએ 11 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થયા હતા, જે બાદ જિલ્લા પોલીસની વિવિધ ટિમોએ મામલાની ગંભીરતા જોઈ ઠેર ઠેર નાકાબંધી કરી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના કાસદ ગામથી થામ ગામ તરફ નહેરવાળા રસ્તા ઉપર લૂંટારુઓ પસાર થઈ રહ્યા છે તે જ દરમ્યાન પોલીસે ત્રણેવ લૂંટારુઓને જોઈ જતા તેઓ પલ્સર મોટર સાયકલ મૂકી આસપાસના ખેતરોમાં નાસી ગયા હતા, અને ઝાડી ઝાખરામાં છુપાઈ ગયા હતા.
પોલીસ વિભાગની અલગ અલગ ટિમોએ ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તે જ દરમ્યાન પ્રથમ એક લૂંટારુ તેમજ બાદમાં અન્ય બે લૂંટારુ મળી આમ ત્રણેવ લૂંટારુઓને પોલીસે ઝડપી પાડયા હતા, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણેવ લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારીની રેકી કરી હતી અને વડોદરા સુધી લૂંટનો પ્લાન ઘડ્યો હતો પરંતુ પબ્લિક વધુ હોવાથી તેઓએ પ્રથમ નિષ્ફળ નીવડ્યા હતા અને બાદમાં તેઓએ જંબુસરમાં જ લૂંટને અંજામ આપ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) યામીન અલ્તાફ ગુલામ પટેલ રહે, સરનાર નવી નગરી, ભરૂચ (2) સાહીલ જોસેફ ઉર્ફે ઇસ્માઇલ પટેલ રહે, સરનાર દુકાન ફળિયું ભરૂચ સહિત (3) મુસ્તફા ઉર્ફ હમજા ઉર્ફ મસ્તાક સલીમ શેખ રહે, કોસાડ, સુરત નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી લૂંટમાં ગયેલ સોનાના ઘરેણાં સહિત છરો, મોટર સાયકલ મળી કુલ 13,59,250 નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.