ભરૂચ જીલ્લામાં વરસાદે દેખાવા પૂરતી એન્ટ્રી મારી ફરી ઉકળાટનું વાતાવરણ શરૂ થઈ ગયુ હતું. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લામાં છેલ્લા 36 કલાક દરમ્યાન એટલે કે આજે તા. 15 સપ્ટેમ્બરના સવારે 6 કલાકે પૂરા થતાં 24 કલાક અને ત્યારબાદના સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમ્યાન જીલ્લામાં સરેરાશ માત્ર 5.4 મી.મી વરસાદ વરસ્યો હતો.
હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર 36 કલાક દરમ્યાન અંકલેશ્વર તાલુકામાં 6 મી.મી, આમોદમાં 3 મી.મી, જંબુસરમાં 5 મી.મી, ઝઘડિયામાં 1 મી.મી, નેત્રંગમાં 4 મી.મી, ભરૂચમાં 13 મી.મી, વાલિયામાં 17 મી.મી મળી કુલ 49 મી.મી. વરસાદ વરસ્યો હતો. વાગરા અને હાંસોટ તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. હાલના સમયમાં હવામાન ખાતા દ્વારા આવનારા 48 કલાક દરમ્યાન ભરૂચ જીલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.