ભરૂચ ખાતેથી સરકારી અનાજ સંગેવગે કરી બારોબાર વેચી દેવાના કૌભાંડને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, SOG પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે એક આઈસર ટેમ્પો નંબર Gj 6 bt 7436 ને રોકી તપાસ કરતા તેમાંથી 50 કી.ગ્રામ ની એક એવી 150 થેલી ચોખા અને બીજી 150 થેલીમાં ઘઉં એમ કુલ 300 થેલી સાથે આઈસર સાથે બે ઈસમો ઝડપાયા હતા.
ઝડપાયેલ બંને ઈસમોની પુછપરછ કરતા તેઓએ આ અનાજ મકતમપૂર વિસ્તારમાં આવેલ સરકારી અનાજની દુકાન પરથી ભાવેશ મિસ્ત્રી નામના ઈસમે ભરાવી આપ્યું હોવાની કબૂલાત કરી હતી, જે બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મામલે (1) ભાવેશ કુમાર મહેશભાઈ મિસ્ત્રી રહે, અયોધ્યા નગર, લિંક રોડ ભરૂચ (2) હર્ષિલ કમલેશભાઈ શાહ રહે, પાદરા, વડોદરા તેમજ (3) વિક્રમ સિંહ રાયસિંહ સોલંકી રહે, દરબાર ફળિયું, સંખેડા નાઓને ઝડપી પાડી કુલ 12,70,000 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ગરીબોના દુશ્મન – સરકારી અનાજ બારોબાર વેચાણ કરી દેવાનું કૌભાંડ ઝડપાયું, ત્રણની ધરપકડ કરતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ
Advertisement