ભરૂચ જિલ્લામાં અવારનવાર સાપ દેખા દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં માતરીયા તળાવ ખાતે અંદરના ગેટ પાસે સાપ દેખાયો હતો ત્યારબાદ આજે ફરી એક વખત ડીએસપી ઓફિસની બાજુમાં જીલ્લા ન્યાયાધીશના બંગલા પાસે પણ સાપ દેખાયો હોય જેને જીવદયા પ્રેમીઓએ ત્યાંથી અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
આજે સવારે ડીએસપી ઓફિસની બાજુમાં જિલ્લા ન્યાયાધીશ પાઠક સાહેબના બંગલા પાસે 10:30 / 11 :45 વાગ્યાની આસપાસ એક સાપ દેખાતાં જીવદયા પ્રેમી અનિલભાઈ મહેતા અને હિરેન શાહ પર આ વિસ્તારના રહેવાસીઓએ સંપર્ક કર્યો હતો આ જગ્યા પર અનિલ મહેતાએ જઈ ચકાસણી કરતા અહીંથી સાત ફૂટ લાંબો બિનજહેરી સાપ આસપાસમાંથી મળી આવ્યો હતો. જિલ્લા ન્યાયાધીશના બંગલા પાસેથી મળી આવેલ સાપને અનુકૂળ વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો. વિસ્તારમાં અવારનવાર સાપ દેખા દેતા લોકોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળે છે.
ભરૂચમાં જિલ્લા ન્યાયાધીશના બંગલા પાસેથી ૭ ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરાયું
Advertisement