Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જન શિક્ષણ સંસ્થાનને ડેક્કન ફાઈન કેમીકલ્સ દ્વારા આધુનિક કોમ્યુટરો દાન કરાયા.

Share

ભરૂચ જિલ્લામાં કૌશલ્ય તાલીમ ક્ષેત્રે અગ્રણી સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોમ્યુટર કોર્ષમાં તાલીમ લેતા ભાઈ બહેનોને વધુ આધુનીક સુવિધા યુકત કોમ્યુટરર્સ દ્વારા કૌશલ્ય તાલીમ આપી શકાય તે હેતુથી આજરોજ ડેક્કન ફાઈન કેમીકલ્સ પ્રા.લી. દ્વારા તેમના સી.એસ.આર પ્રોગામ હેઠળ ૦૭ કોમ્યુટર્સ દાન કર્યા છે. ઉદઘાટન પ્રસંગે ડેક્કન ફાઈન કેમીકલ્સ કંપનીના રાહુલભાઈ શાહ, વિપુલભાઈ રાણા, ભાવેશભાઈ પણસારા ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

જે.એસ.એસના નિયામક ઝયનુલ સૈયદે કંપનીના પદાધિકારીઓનું બહુમાન કરી તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે તેમના આ સેવાભાવી કાર્યથી જે એસ એસ માં તાલીમ લેતા ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખુબ મોટી મદદ મળશે અને આધુનીક યુગમાં દુનિયાની સાથે કદમ મીલાવી ચાલી શકશે. સંસ્થાને આગળ પણ આવી મદદ મળતી રહેશે તેઓ આશવાદ વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 20,21,22 ડિસેમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ડિજી કોન્ફ્રાન્સમાં આપી શકે છે હાજરી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ યોજાઇ.

ProudOfGujarat

પાલેજ ખાતે પીર મોટામીયા બાવાના બે દિવસીય ઉર્સનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!